Posts

ગુજરાત ના ઐતિહાસિક સ્થળો.

સોમનાથ :  સોમનાથ એ ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે.હિરણ નદીના કિનારે આવેલું છે. સોમનાથમાં ભગવાન શિવ નાં 12 જ્યોતિર્લિંગ માં પ્રથમ જ્યોતિર્લિંગ આવેલું છે. દ્વારિકા :  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું દ્વારિકામાં શ્રી કૃષ્ણ નું ભવ્ય મંદિર આવેલું છે.દ્વારિકાનગરી નું નિર્માણ દેવોના સ્થપતિ (આર્કિટેક) વિશ્વકર્મા દ્વારા કરવામાં આવ્યું છે. બેટ દ્વારકા :  દ્વારિકા ની પાસે બેટ દ્વારકા આવેલું છે તે પણ શ્રી કૃષ્ણ નું જ મંદિર આવેલું છે.   ગિરનાર પર્વત :  ગિરનાર જુનાગઢ જિલ્લામાં  ભવનાથ ની તળેટી મા આવેલો ગુજરાત સૌથી ઊંચો પર્વત છે. આ પર્વત પર 3300 મીટર ની ઊંચાઈએ અંબાજી મંદિર તેમજ નજીકમાં નાથ સંપ્રદાયના ગુરુ ગોરખનાથ નું મંદિર આવેલું છે.તેમજ પર્વતની સૌથી ઊંચાઈએ (3600 મીટર)  ગુજરાતનું સૌથી ઊંચું શિખર આવેલું છે જેના પર ગુરુ દત્તાત્રેય નું મંદિર આવેલું છે.  ગિરનાર પર્વત પર દર વર્ષે લીલી પરીક્રમા કરવામાં આવે છે,જેમાં લાખો લોકો જોડાય છે. ગિરનારની તળેટીમાં મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય નાં સુબા પુષ્યાગુપ્ત દ્વારા સુદર્શન તળાવ બંધાવવામાં આવ્યું હતું.  પાલીતાણા ના...