ગુજરાત ના ઐતિહાસિક સ્થળો.
સોમનાથ :
સોમનાથ એ ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે.હિરણ નદીના કિનારે આવેલું છે. સોમનાથમાં ભગવાન શિવ નાં 12 જ્યોતિર્લિંગ માં પ્રથમ જ્યોતિર્લિંગ આવેલું છે.
દ્વારિકા :
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું દ્વારિકામાં શ્રી કૃષ્ણ નું ભવ્ય મંદિર આવેલું છે.દ્વારિકાનગરી નું નિર્માણ દેવોના સ્થપતિ (આર્કિટેક) વિશ્વકર્મા દ્વારા કરવામાં આવ્યું છે.
બેટ દ્વારકા :
દ્વારિકા ની પાસે બેટ દ્વારકા આવેલું છે તે પણ શ્રી કૃષ્ણ નું જ મંદિર આવેલું છે.
ગિરનાર પર્વત :
ગિરનાર જુનાગઢ જિલ્લામાં ભવનાથ ની તળેટી મા આવેલો ગુજરાત સૌથી ઊંચો પર્વત છે. આ પર્વત પર 3300 મીટર ની ઊંચાઈએ અંબાજી મંદિર તેમજ નજીકમાં નાથ સંપ્રદાયના ગુરુ ગોરખનાથ નું મંદિર આવેલું છે.તેમજ પર્વતની સૌથી ઊંચાઈએ (3600 મીટર) ગુજરાતનું સૌથી ઊંચું શિખર આવેલું છે જેના પર ગુરુ દત્તાત્રેય નું મંદિર આવેલું છે.
ગિરનાર પર્વત પર દર વર્ષે લીલી પરીક્રમા કરવામાં આવે છે,જેમાં લાખો લોકો જોડાય છે. ગિરનારની તળેટીમાં મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય નાં સુબા પુષ્યાગુપ્ત દ્વારા સુદર્શન તળાવ બંધાવવામાં આવ્યું હતું.
પાલીતાણા નાં જૈન દેરાસરો :
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં શેત્રુંજય ડુંગર પર જૈન ધર્મના 863 મંદિરો આવેલા છે જેના કરને પાલીતાણા ને મંદિરોના શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે.
વીરપુર :
વીરપુર રાજકોટ જિલ્લામાં આવેલું જલારામ બાપા નું મંદિર છે.જલારામ સુપ્રસિદ્ધ સંત હતા.અને વીરપુરમાં અન્નક્ષેત્રો પણ ખોલવામાં આવ્યા છે. જે જલારામ બાપા દ્વારા અન્નક્ષેત્ર ખોલવામાં આવેલું જે હાલમાં પણ શરૂ છે.
બગદાણા :
બગદાણા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાથી 30 k.m. દુર બગડ નદીના કિનારે આવેલું અગત્યનું સ્થાન છે.ત્યાં સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાનું સમાધિ મંદિર આવેલું છે. બગદાણા દર પૂનમે મેળો ભરાય છે.તેમજ પોષ સુદ પૂનમ થી વદ ચોથ સુધી બાપા સીતારામ ની તિથિમાં 5 દિવસ મેળો ભરાય છે જેમ દેશ વિદેશ થી લોકો આવે છે
મોઢેરા :
મોઢેરા મહેસાણા જિલ્લામાં આવેલું સૂર્યમંદિર છે.આ મંદિર એવી રીતે બાંધવામાં આવ્ય છે જેમાં સૂર્યની પ્રથમ કિરણ સૂર્યદેવની મૂર્તિ પર પડે છે.
અંબાજી :
અંબાજી બનાસકાંઠા જિલ્લામાં આવેલું માતા અંબાજીનું ભવ્ય મંદિર ભવ્ય મંદિર આવેલું છે. અંબાજી શક્તિપીઠ છે. અંબાજીમાં આરસ ની ખાણ આવેલી છે.
ડાકોર :
ડાકોર અરવલ્લી જીલ્લામાં આવેલું રણછોડ રાય નું મંદિર છે.તેમને ડાકોરના ઠાકોર પણ કહેવામાં આવે છે. અરવલ્લી જીલ્લામા પર્વતમાળા આવેલી છે
ભગુડાં :
ભાવનગર જિલ્લામાં બગદાણા થી 15 k.m.દૂર ચારણી જોગમાયા આઈ મોગલ માતાજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. જે મોગળમાં આહિરણી નાં કાપડે આવેલા છે એવું કેવાય છે.ભાગુડા દર વર્ષે મોગલમાં નો પાટોત્સવ ઉજવવામાં આવે છે. જેમાં દર વર્ષે કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહીર,દેવરાજ ગઢવી જેવા પ્રસિદ્ધ લોકગાયક આવે છે. તેમજ મોગલ માં ટ્રસ્ટ દ્વારા મોગલ શકતી એવોર્ડ પણ આપવામાં આવે છે.
સાથીઓ પોસ્ટ કેવી લાગી જરૂર બતાવજો.અને ભૂલચૂક પ્લીઝ માફ કરજો,કેમકે આ મારી પહેલી પોસ્ટ છે
ReplyDelete